સુરત કોર્પોરેશન: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી વખતે કર્મચારીઓ સિનિયર થતા હોવાથી તેમને પ્રમોશન મળે છે. સુરત પાલિકાએ છેલ્લે 2017માં પ્રોવિઝનલ સિનિયોરિટી લિસ્ટ જાહેર કર્યું હતું.ત્યારબાદ આ યાદીના આધારે જ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે, આ પ્રમોશનમાં કેટલાક વિવાદો ઉભા થયા હતા. જો કે, ફરીથી યાદી જાહેર કરવામાં આવી ન હતી. હવે પાલિકાના સંસ્થાકીય વિભાગ દ્વારા આઠ વર્ષ બાદ 1 જાન્યુઆરી 2025ના રોજ પાલિકાની કામચલાઉ વરિષ્ઠતા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.