![]()
ગાંધીનગર સમાચાર: અરવિંદ કેજરીવાલ આજે (8 માર્ચ) ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ‘પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા’ના સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કેજરીવાલે ખેડૂતો, મહિલાઓ અને દારૂના વેચાણના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું, ‘અમે ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું.’ આ સાથે કેજરીવાલે લોકોને આગામી ચૂંટણીમાં બીજેપીને વોટ નહીં આપવાના શપથ લેવડાવ્યા હતા.
ગાંધીનગરમાં આયોજિત AAPના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે, ‘ભાજપના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે અને જે લોકો સવાલ ઉઠાવે છે તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. હું અહીં ખેડૂતો અને નાના વેપારીઓ માટે છું. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં, તમે કોલ કરીને દારૂની સીધી હોમ ડિલિવરી મેળવી શકો છો. પંજાબમાં દરેક મહિલાના બજેટમાં 1000 રૂપિયા આપવામાં આવતા હતા, તો અહીં પણ લોકોની ઈચ્છા છે.