Home World News અમેરિકામાં ઇદુલ ફિત્રની ઈદની ઉલ્લાસભેર ઉજવણી.

અમેરિકામાં ઇદુલ ફિત્રની ઈદની ઉલ્લાસભેર ઉજવણી.

0

અમેરિકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ભક્તિભાવ અને ભારે ઉત્સાહથી રમઝાન ઇદ ઉલ ફિત્રની ઉજવણી ઇદગાહ સહિત મસ્જિદોમાં રમઝાન ઇદની નમાઝ અદા કરી..પવિત્ર રમઝાન મહિના દરમિયાન રોજા રાખી પરવરદિગારની ઇબાદત કર્યા બાદ મંગળવારના   દિવસે અમેરિકામાં ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતાં આજે બુધવારના  દિવસે વહેલી સવારે મુસ્લિમો ભેગા મળી ઇદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજાને ઇદ મુબારક પાથવી હતી…

 ઇદનો ચાંદ દેખાતાની સાથે જ ઇદ ઉલ ફિત્રની રાત્રીનો પ્રારંભ થઇ જાય છે. મુસ્લિમ બિરાદરો આ રાત્રીએ ઇબાદત કરવા માટે જાગરણ કરે છે. …પવિત્ર રમઝાન માસમાં એક માસના રોજા ઓ બાદ “ઇદ ઉલ ફિત્ર” રમઝાન ઈદના તહેવારનુ અનેરું મહત્વ હોય છે.સદ્ક એ ફિતર( એક પ્રકારનું જરુરી દાન )ની ગરીબીમા વહેચણી થાય છે..બોસ્ટન,ન્યૂયોર્ક,ન્યુજર્સીમાં ઇદુલ ફિત્રની (રમઝાન )ઈદની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી..બર્લિંગ્ટન મસ્જિદમાં મુસ્લીમ બિરાદરોએ ઇદુલ ફિત્રની (રમઝાન )ઈદની નમાઝ અદા કરતા પહેલાં મૌલાના એ બયાન ફરમાવ્યુ હતુ. ઉપરોક્ત મસ્જિદમાં રમઝાન ઈદની નમાઝના વહેલી સવારે અલગ અલગ સમયે ત્રણ જેટલા ખુતબા થયા હતા 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version