6
અમરેલી અકસ્માત: હાલમાં તહેવારનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવાર માટે આફતરૂપ હતો. અમરેલી તાલુકાના રાંધીયા ગામની વાડી વિસ્તારમાં કારમાં રમતા 4 બાળકોના શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યા છે. જેમાં 2 પુત્રી અને 2 પુત્રોનો સમાવેશ થાય છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.