અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેન પાટા પરથી ઉતરી, મુસાફરોનો જીવ જોખમમાં, રેલવે કામગીરી ખોરવાઈ


અમદાવાદ મુંબઈ ટ્રેન: અમદાવાદથી મુંબઈ જતી ડબલ ટેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. સુરત નજીક મુસાફરોથી ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935)નો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. જેથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અકસ્માતની જાણ થતાં રેલવેના ટેકનિકલ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

હાલમાં રેલવેની ટેકનિકલ ટીમ ટ્રેનના કોચ કેવી રીતે અલગ કરવામાં આવ્યા તેનું નિરીક્ષણ કરી રહી છે. હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનના ડબ્બાઓ અલગ થવાના કારણે રેલવેની કામગીરીને અસર થઈ છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો મોડી દોડી રહી હોવાનું જાણવા મળ્યું છે. અલગ ટ્રેનના કોચ જોડવામાં આવશે ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવશે. ટ્રેનો મોડી દોડતી હોવાથી મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version