અમદાવાદઃ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શ્રદ્ધાળુઓ દ્વારા તેમના ઘરે ફરકાવવા માટે વિનામૂલ્યે ધ્વજા મોકલવામાં આવશે. જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ કુરિયર કે પોસ્ટલ ચાર્જ લેવામાં આવશે નહીં. જેના માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9726086882 જાહેર કરવામાં આવ્યો છે. ભક્તે આ નંબર પર મંદિર નિરીક્ષકનો સંપર્ક કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે
ભક્તો પાસેથી ઓનલાઈન ઓર્ડર કરીને, અંબાજી ટ્રસ્ટ મોહનથલ અને ચિક્કીનો પ્રસાદ લોકોના ઘરઆંગણે મોકલે છે. આ સુવિધા 2024 ની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી. હવે ટ્રસ્ટ દ્વારા આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ભક્તો ઘરે બેસીને મા અંબાને ચઢાવવામાં આવેલી ધજા પણ મેળવી શકશે.