5
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં માર્બલના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સે એક મહિલા સાથે મિત્રતા કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરંતુ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબે મેડિકલ ચેકઅપના આધારે રિપોર્ટ આપ્યો હોવા છતાં રાજકીય દબાણ હેઠળ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી ન હતી અને આખો દિવસ તેણીને હેરાન પરેશાન કરી હતી. આમ મહિલાઓની સુરક્ષાની વાત કરતી પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદમાં રહેતી 28 વર્ષીય મહિલા હિંમતનગર સ્ટાર સીટી સિનેમા પાસે આવેલા સપના માર્બલમાં ટાઇલ્સ ખરીદવા ગઈ હતી. ત્યારે જ તેનો પરિચય સપના માર્બલના માલિક રામનિવાસ કાબરા સાથે થયો હતો.