Thursday, December 26, 2024
Thursday, December 26, 2024
Home Gujarat સુરતમાં UPSC નાપાસ થયેલા યુવકે 7મા માળેથી પડી આત્મહત્યાની ચોંકાવનારી ઘટના

સુરતમાં UPSC નાપાસ થયેલા યુવકે 7મા માળેથી પડી આત્મહત્યાની ચોંકાવનારી ઘટના

by PratapDarpan
10 views
11


સુરતમાં આપઘાતની ઘટના રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને વિવિધ કારણોસર જીવન ટૂંકાવી દેવાના કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના સાતમા માળેથી એક યુવકે પડીને જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિવમ ત્રિપાઠી નામના યુવકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં નાપાસ થયા બાદ આત્મહત્યા કરી હતી. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

Leave a Comment

Exit mobile version