અમરેલીમાં ભૂકંપ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ધારીથી 16 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપ 5:16 મિનિટે આવ્યો હતો. જેને ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે સમર્થન આપ્યું છે.