Home Gujarat VIDEO: નર્મદા નદીમાં પોઇચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવી રેતી ખનનનો દાવો,...

VIDEO: નર્મદા નદીમાં પોઇચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવી રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો બચાવ પોઇચા પુલ પર નર્મદા નદીમાં ખનન અંગે લીઝધારકનો ખુલાસો

0

નર્મદા સમાચાર: નર્મદા નદીમાં પોઇચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના દાવા સામે રેતીના લીઝ ધારકે લૂલો બચાવ કર્યો છે.

નર્મદા નદીમાં રેતીની લીઝના માલિકે ખુલાસો કર્યો છે કે, ‘નદીમાં કોઈ પુલ બનાવવાનો નથી. રેતીના બ્લોકની હરાજી થઈ ગઈ છે, પરંતુ અમે નદીનું પાણી અટકાવીને કોઈ પગલાં લેવાના નથી.’

આગળ, લીઝ માલિકે કહ્યું, ‘ટેકનિકલી અમે કન્વર્ટર બેલ્ટ લગાવીને રેતી લઈશું. નદી જેમ છે તેમ વહેતી રહેશે, નદીમાં વહેતું પાણી અમે રોકીશું નહીં. આગામી દિવસોમાં પણ અમે અહીં પુલ નહીં બનાવીએ.’

Read more

તમને જણાવી દઈએ કે પોઇચા પુલ નીચે રેતી ખનન માટે નદીના વહેણને અટકાવીને નર્મદા નદીની મધ્યમાં ગેરકાયદેસર ‘બ્રિજ’ (કોઝવે જેવો રસ્તો) બનાવવામાં આવ્યો હતો. જેમાં નર્મદાના પટમાં રેતી માફિયાઓનો આતંક હોવાનું જોવા મળતા મૌન તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version