પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી આજે (16 ડિસેમ્બર) એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો અહીં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જો કે, આખો કાર્યક્રમ કોઈપણ પ્રકારની પરવાનગી વગર યોજવામાં આવ્યો હતો જેના કારણે પોલીસે તેમનો કાર્યક્રમ ખોરવ્યો હતો. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આવી સ્થિતિમાં ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં એક કાર્યકર્તાએ પોલીસકર્મીને થપ્પડ મારી હતી. જેના કારણે આ મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.