સુરતમાં ટ્રાફિકની સમસ્યા વકરી, ચાલકોએ BRTS બસ સ્ટેન્ડ તરફ રસ્તો બનાવ્યો

સુરતમાં ટ્રાફિકની સમસ્યા વકરી, ચાલકોએ BRTS બસ સ્ટેન્ડ તરફ રસ્તો બનાવ્યો

અપડેટ કરેલ: 23મી જૂન, 2024


સુરતમાં ટ્રાફિકની સમસ્યા સુરતમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ અને મહાનગરપાલિકા ટ્રાફિક સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેના કારણે શહેના અનેક વિસ્તારોમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. કલાકો સુધીના ટ્રાફિક જામથી કંટાળેલા લોકો હવે BRTS બસ સ્ટેન્ડ પર વહેલા ઘરે પહોંચવા માટે રસ્તો બનાવે છે. ત્યારે પરબત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસે બીઆરટીએસ રોડ પર પસાર થતા વાહનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે.

સુરતમાં ભારે ટ્રાફિક સમસ્યા

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. પોલીસ અને નગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. જેના કારણે લોકોને કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં અટવાવું પડે છે. કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા લોકોને તંત્ર પર ભરોસો ન હોવાથી હવે લોકો પોતાનો રસ્તો શોધી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પરબત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી વાહન ચાલકો પસાર થતા હોય છે. લોકો ટ્રાફિક સમસ્યાથી કંટાળીને આ રીતે ગેરકાયદેસર રસ્તાઓ બનાવી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version