સુરતના સચિન GIDCમાં 6 માળની ઇમારત ધરાશાયી, 15 ઘાયલ, 5 ફસાયા હોવાની આશંકા
અપડેટ કરેલ: 6મી જુલાઈ, 2024
સુરતઃ સુરતથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. જેમાં 15 લોકો ઘાયલ થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે.
ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDCમાં 6 માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશાયી થવાના કારણે 15 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, બિલ્ડિંગનો કાટમાળ ખસેડવામાં આવ્યો છે. આ ઈમારતમાં લગભગ 15 લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે મકાન ધરાશાયી થયું છે તે જર્જરિત હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને હટાવી રહી છે.
આ પણ વાંચોઃ ‘કોંગ્રેસ જે રીતે તેની ઓફિસ તોડી નાખે છે તે રીતે અમે તેમની સરકારને તોડી પાડીશું’, અમદાવાદમાં રાહુલ ગાંધીનું ભાષણ