Sunday, July 7, 2024
31 C
Surat
31 C
Surat
Sunday, July 7, 2024

Surat માં ચાર્જિંગ કરી રહેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા 18 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું.

Must read

Surat માં ચાર્જિંગ કરી રહેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા 18 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું.

Surat

પ્રતિનિધિ છબી

 

ઇલેક્ટ્રિક વ્હીકલ બ્લાસ્ટ: સમયની માંગ અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે લોકો ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. લોકો ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ ઇલેક્ટ્રિક વાહન સલામત છે કે કેમ તે પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે.

ઈલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટ થવાના સમાચાર અવાર-નવાર વાંચવા મળે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક ઈલેક્ટ્રીક વાહનમાં વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આજે વહેલી સવારે એક ઈ-બાઈકની બેટરી ચાર્જ થતાં વિસ્ફોટ થતાં 18 વર્ષની યુવતીનું મોત થયું હતું જ્યારે 4 લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળે છે.

આગ ઘરના સિલિન્ડર સુધી પહોંચી જતાં સિલિન્ડર પણ ફાટ્યો હતો. જેના કારણે ઘરમાં હાજર સભ્યો આગની લપેટમાં આવી ગયા હતા અને આ ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

લોકોનો બચાવ

સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે એક દીવાલ અને એક દરવાજો પણ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના જવાનોએ બીજા માળે બિલ્ડીંગની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોને બચાવી લીધા હતા. જેમાં 1 મહિલા, 1 બાળક અને એક વૃદ્ધનો બચાવ થયો હતો. આ દરમિયાન એક મહિલાએ સીડી પરથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ડેપ્યુટી મેયરે ઘાયલો વિશે પૂછ્યું

ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે સ્મીર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઈજાગ્રસ્તોની હાલત પૂછી હતી. તેમણે કહ્યું કે, પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનને ચાર્જિંગમાં રાખવામાં આવ્યું હતું. આખી રાત ચાર્જ કરતી વખતે બ્લાસ્ટની ઘટના બની અને આગ લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article