Surat : મોસમની શરૂઆતમાં જ પહેલી વાર કોઝવે છલકાયો, સપાટી 6.02 મીટર પર પહોંચી..
આમ તો સામાન્ય રીતે Surat સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી 15 જૂન ની આસપાસ આવી પહોંચે છે પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગને કારણે સુરતમાં મોસમની નિયમિત શરૂઆત 28 જૂન પછી શરૂ થઈ છે ત્યારે મોસમની શરૂઆતમાં જ કોઝવે ના દરવાજા પહેલી વાર બંધ કરવામાં આવ્યા છે.
ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં ની જળ સપાટી 6.02 પર પહોંચતા વાહનોની અવરજવર તથા રાહદારીઓ માટે કોઝવે ના બંને તરફના દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હવે કતારગામ ,ડભોલી, સિંગણપુર , હોડી બંગલા થી રાંદેર, અડાજન અને જહાંગીર પરા તરફ તરફ આવતા તે જ પ્રમાણે આ વિસ્તારમાંથી કતારગામ ડભોલી સિંગણપુર વેડ તરફ જતા વાહનચાલકોને ડભોલી બ્રિજ પરથી જવું અને આવવું પડશે. એવું મનપાના ફ્લડ કંટ્રોલરૂમ ના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં શિંગણપુર કોઝવે 90 થી વધુ દિવસ પણ વાહનચાલકો તથા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઝવે ની સપાટી 6 મીટર ઉપર જાય તો કોઝવે બંધ કરી દેવામાં આવે છે. અને જળ સપાટી 6 મીટર થી નીચે જાય તો કોજવીની સાફ-સફાઈ કરીને રાહદારીઓને વાહન ચાલકો માટે ફરી પાછો ખુલ્લો મુકવામાં આવે છે.