Surat: Ahmedabad-Mumbai National Highway પર અકસ્માત, અજાણ્યા વાહને ટક્કર મારતા બે યુવકોના મોત | સુરતઃ કોસંબા બ્રિજ પાસે NH 48 પર હિટ એન્ડ રનમાં બેના મોત

સુરત રોડ અકસ્માત: સુરત જિલ્લાના કોસંબા બ્રિજ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31 ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. કોસંબા બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર બે યુવાનોને ટક્કર મારતા તેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અંધારાનો લાભ લઈ અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો

મળતી માહિતી મુજબ બુધવારે વહેલી સવારે એક બાઇક નેશનલ હાઇવે 48 પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે કોસંબા બ્રિજ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને બાઇકસવાર યુવકો હવામાં ઉછળીને રોડ પર પડી ગયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદનો વધુ એક બ્રિજ તોડવામાં આવશે, વટવા GIDCમાં મહત્વનો રસ્તો 6 મહિનાથી બંધ

આ હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલક હુમંતા નેવે મુકી અંધારાનો લાભ લઈ લોહીલુહાણ યુવકોને મદદ કરવાને બદલે પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]