Monday, July 1, 2024
28 C
Surat
28 C
Surat
Monday, July 1, 2024

જો વર્કઆઉટ કરો તો સાચવો! સુરતમાં 3 યુવકોએ જીવ ગુમાવ્યા

Must read

જો વર્કઆઉટ કરો તો સાચવો! સુરતમાં 3 યુવકોએ જીવ ગુમાવ્યા

અપડેટ કરેલ: 24મી જૂન, 2024

હીટ-એટેક-GYM

સુરતઃ સુરત શહેરમાં લાંબા સમયથી છાતીમાં દુખાવાથી અચાનક બેહોશ થવાના અને મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. દરમિયાન આજે સવારે વેસુના જીમમાં વ્યાયામ કરતી વખતે 29 વર્ષીય દુકાનદાર,
પાંડેસરામાં 35 વર્ષીય પુરૂષનું મોત મોંગ વોક માટે આવ્યા બાદ અને કાપોદ્રામાં 35 વર્ષીય પુરૂષની તબિયત લથડતાં છાતીમાં દુ:ખાવો ઉપડતાં મોત નીપજ્યું હતું.

નવી સિવિલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે સુમન ભાર્ગવ આવાસમાં રહેતો 29 વર્ષીય વિપુલ નવીનભાઈ કહાર સોમવારે સવારે વેસુ રોડ શ્યામ મંદિર પાસે રૂગતા સિનેમા પાસેના લોન્જ જીમમાં કસરત કરી રહ્યો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે વિપુલ ખટોદરામાં કપડાની દુકાન ચલાવતો હતો. દોઢ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. તેનો એક ભાઈ છે.

બીજી ઘટનામાં પાંડેસરાના મારુતિનગરમાં રહેતા 34 વર્ષીય કેદારનાથ માથુર પ્રસાદ સોમવારે સવારે કામ પરથી ઘરે આવ્યા હતા. બાદમાં એકાએક ગભરામણ થતાં બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની હતા. કે ટેક્સટાઇલ વિભાગમાં નોકરી કરતા હતા.

ત્રીજા બનાવમાં કાપોદ્રાના હીરાબાગ ખાતે ઈન્દિરા નગરમાં રહેતા 35 વર્ષીય જગ બહાદુર રામમિલન કમલને ગઈકાલે રાત્રે ઘરે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં તે બેભાન થઈ જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જગમ્બાદુરને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article