દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ, રાંદેરમાં 4 કલાકમાં 3 ઈંચ, આ જિલ્લામાં રેડ એલર્ટ
અપડેટ કરેલ: 5મી જુલાઈ, 2024
![]() |
કૅપ્શન ઉમેરો |
ગુજરાત વરસાદ અપડેટ: રાજ્યમાં ચોમાસુ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના રાંદેર વિસ્તારમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે વરાછામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાયા હતા. આજે સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરતમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીની ઉપેક્ષા કરવામાં આવી હોવાનો સ્થાનિક રહીશો વિરોધ કરી રહ્યા છે. અહીં પ્રિમોન્સૂનની કામગીરી નબળી પડી હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. દરેક ચોમાસાની સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર અને શાસકો નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
માંડવીનો ગોલ્ડા ડેમ ઓવરફ્લો થયો
સુરતના માંડવી તાલુકામાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન હળવાથી ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા સ્તરો આવ્યા છે. આ દરમિયાન માંડવીનો ગોલ્ડા ડેમ ઓવરફ્લો થયો છે.