– કુલ રૂ.53,200ની કિંમતનો વિદેશી દારૂ, મોટરસાયકલ અને મોબાઈલ જપ્ત કરાયા
સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના શેખપર ગામના બસ સ્ટેશન પાસેથી મોટર સાયકલ પર દારૂની હેરાફેરી કરતા મૂળી પોલીસ ટીમે શેખપર ગામના માધવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
તેમજ અન્ય મુદ્દામાલ અંગે પુછપરછ કરતા પોલીસે પાળીયામાં દિવાલ પાછળ આવેલ લેટર બોક્સમાંથી વિદેશી દારૂની વધુ 9 બોટલ ઝડપી લીધી હતી.
પોલીસે વિદેશી દારૂની 10 બોટલ, એક મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ મળી કુલ રૂ.53,200ના મુદ્દામાલ સાથે માધવસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેણે આ દારૂ શેખપર ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે મોન્ટુ જનકસિંહ પરમાર પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. હતી