નવરાત્રી માટે Surat Police : રાત્રે 12 વાગ્યા સુધી જ સ્પીકરની મંજૂરી, આ નિયમોનું પણ પાલન કરવું પડશે.

0
21
નવરાત્રી માટે Surat Police : રાત્રે 12 વાગ્યા સુધી જ સ્પીકરની મંજૂરી, આ નિયમોનું પણ પાલન કરવું પડશે.

 

નવરાત્રી માટે Surat Police : રાત્રે 12 વાગ્યા સુધી જ સ્પીકરની મંજૂરી, આ નિયમોનું પણ પાલન કરવું પડશે.

નવરાત્રી માટે Surat Police ની સૂચનાઃ

રાજ્યમાં નવરાત્રી તહેવારને લઈને Surat Police દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, શહેરમાં પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં યોજાતા ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની છૂટ છે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ તૈનાત કરવામાં આવશે. આ વર્ષે ડ્રોન અને ઘોડેસવારો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે.’

નવરાત્રી દરમિયાન પોલીસ સુરક્ષા : 

તેમણે કહ્યું કે, ‘રાજકોટની ઘટનાને જોતા ડોમમાં ગરબાના આયોજકોએ પહેલા પરવાનગી લેવી પડશે. જેમાં તપાસ બાદ મંજુરી આપવામાં આવશે. જેને લઈને આ વર્ષે 13 આયોજકોએ અરજી કરી છે. આ સાથે બાઇક પેટ્રોલિંગ, બોડી કેમેરા સાથે પોલીસની ફરજ, મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. ‘

આ નિયમોનું પણ પાલન કરવું પડશે :

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે, ‘નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા આયોજકોએ લાયસન્સ શાખાના ફોર્મની શરતો અને નિયમોનું પાલન કરવું પડશે. આ સાથે તેમના માટે વીમો લેવો ફરજિયાત રહેશે. તેમજ સીસીટીવી કેમેરા, ડોકટરો, ઈમરજન્સી સેવાની વ્યવસ્થા સહિતના ખાણીપીણીના સ્ટોલ ખોલનારાઓએ ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here