Kolkataની ઘટનાના વિરોધમાં સિવિલના સ્મીરમાં ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ .

0
17
Kolkataની ઘટનાના વિરોધમાં સિવિલના સ્મીરમાં ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ .

Kolkataની ઘટનાના વિરોધમાં સિવિલના સ્મીરમાં ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ .

નવી સિવિલ ખાતે મહિલા રેસિડેન્ટ ડોકટરોને સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી જેથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે

Kolkata માં મહિલા તબીબની બળાત્કાર-હત્યાના કેસમાં સુરત નવી સિવિલ અને મ્યુનિ. સંચાલિત સ્મીર હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો અને ઈન્ટર્ન ડોકટરોએ આજે ​​ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખીને કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નવી સિવિલ અને સ્મીર હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો અને ઈન્ટર્નોએ આજે ​​રવિવારે ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી. અને વોર્ડ સહિતની કામગીરીથી દૂર રહ્યા હતા.

જોકે, ઈમરજન્સી વિભાગ અને આઈસીયુમાં તબીબો ફરજ પર છે. બંને હોસ્પિટલના તબીબો આજે રવિવારે સવારે કેમ્પસમાં એકઠા થયા હતા અને વિવિધ કાર્યક્રમો યોજીને અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે રેસિડેન્ટ ડોક્ટરો ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, જ્યાં સુધી મહિલા ડોકટરો અને તેમના પરિવારજનોને બળાત્કાર-હત્યા કેસમાં ન્યાય નહીં મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે હડતાળ પર રહીશું.

બીજી તરફ સિવિલના કિડની બિલ્ડીંગ પાસે આજે સવારે મહિલા રેસિડેન્ટ ડોકટરો અને પુરૂષ રેસીડેન્ટ ડોકટરોને માર્શલ આર્ટ દ્વારા સ્વબચાવની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ સિવિલ ખાતે જુનિયર ડોકટર એસોસીએશનના પ્રમુખ ડો.પ્રતિક પરમારે જણાવ્યું હતું,

Kolkata ની ઘટના પછી, મહિલા નિવાસી ડોકટરો અને પુરૂષ નિવાસી ડોકટરોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેથી મહિલા ડોકટરો પોતાની સુરક્ષા કરી શકે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત બતાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here