Khalistani Attack On Jaishankar In London: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લંડન પ્રવાસ પર છે ત્યારે ખાલિસ્તાન સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Khalistani Attack On Jaishankar In London : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બ્રિટનની મુલાકાતે ગયા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ભારત કે બ્રિટન તરફથી કોઇ સત્તાવાર વાત કરવામાં આવી નથી.
ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચથમ હાઉસ થિંક ટેન્કની એક ઇવેન્ટમાં ભાગ લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા.એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝડપથી જયશંકરની કાર પાસે આવી જાય છે, તેના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરગા છે, જેને તે ફાડી નાંખે છે.
DRAMATIC: London police rush to detain a Khalistani separatist who ran in front of the vehicle carrying India’s External Affairs Minister, Dr. Subrahmanyam Jaishankar.
He was briefly detained and then released.
Follow @MediaBezirgan for more on-the-ground journalism from around… pic.twitter.com/oPXM2Gg5A9
— Mocha Bezirgan 🇨🇦 (@BezirganMocha) March 5, 2025
Khalistani Attack On Jaishankar In London : યુકે અને આયર્લેન્ડ સાથેના તેમના 6 દિવસના પ્રવાસ દરમિયાન, વિદેશ પ્રધાન ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો, વિદેશ નીતિના જોડાણો અને ભારતીય સમુદાય સાથે મંત્રણાનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.
લેમીએ જયશંકરને હોસ્ટ કર્યા હતા. કેન્ટના ચેવેનિંગ હાઉસમાં બે દિવસ સુધી નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.