જામનગરના સાત રસ્તા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ચાર રિક્ષા ચાલકો ઝડપાયા
અપડેટ કરેલ: 16મી જૂન, 2024
છબી સ્ત્રોત: ફ્રીપિક
જામનગરના સાત રસ્તા પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા ચાર રિક્ષાચાલકોને પોલીસે પકડી પાડી રોકડ રકમ કબજે કરી છે.
જામનગર શહેર એ. એ ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડી ચલણી નોટોના આંકનો જુગાર રમતા રિક્ષાચાલક આકાશ ધનુભાઈ ચાંદ્રા, કલ્પેશ લક્ષ્મણદાસ નંદા, રવિ દેવશીભાઈ ડગરા અને કરશનભાઈ પ્રકાશભાઈ નંદાની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1200 રોકડા કબજે કર્યા હતા.