Friday, November 22, 2024
Friday, November 22, 2024
Home Gujarat દુનિયાભરમાં બે સિમસ અવકાશમાં Eta Aquariid ઉલ્કાઈનો અદભૂત નજારો જોવા મળશે

દુનિયાભરમાં બે સિમસ અવકાશમાં Eta Aquariid ઉલ્કાઈનો અદભૂત નજારો જોવા મળશે

by PratapDarpan
1 views

તા. ૫ થી ૬ મે સુધી આકાશમાં Eta Aquariid ઉલ્કાવર્ષા પડતી નજરે પડશે. . વહેલી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય. કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જોવા મળશે.

Eta Aquariid

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાવરીડ્સ ઉલ્કા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં શનિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી Eta Aquariid ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે, વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. તા. પ અને ૬મી મે ના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા પડતી જોવા મળ શે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

more read : Thrombosis Thrombocytopenia Syndrome (TTS) શું છે અને લક્ષણો , એસ્ટ્રાઝેનેકા કોવિડ રસીની દુર્લભ આડ-અસર સમજાવી .

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શનિવારે મધ્યરાત્રિ બાદ સોમવાર પરોઢ સુધી આકાશમાં Eta Aquariid ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૫ અને ૬ મે ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કુદરતી નજારો હોય દિશા-સમથમાં થોડા ફેરફારની પૂરતી શક્યતા છે.

વધુમાં પંડયા જણાવે છે કે Eta Aquariid ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ રવિવાર થી સોમવાર સવાર સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ ષ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ઘૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસાર્જીત થયેલ પર્દાકાશ ઘૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાવ છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે વર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છેડતેને પ્રકારમાં કાવરબોલ, અગનગોળા કે ઉજકાવમાં કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. 

Eta Aquariid

જાથાના પંડવા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-મડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી બે-ત્રણ દિવસનો પ્રડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દશ્યો અવકાસમાં જોવા મળે છે. પણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ હાયરબોલ ફોટોગ્રાકી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આવોજન ગોઠવ્યું છે.

જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો ઘર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે.Eta Aquariid તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. પ્રથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકરો.

લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ થઈ, ભાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, Eta Aquariid નજારો નિહાળવા માટે રાજયભરમાં જાગૃતોએ આવોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, ભ્રમનગર, સુરેન્દ્રનગર, કચ્છ , અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, 1 હિંમતનગર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં જાથાના સદસ્યો માટે એક દિવસીય મધ્યરાત્રિ-પરોડે વ્યવસ્થા કરી છે.

You may also like

Leave a Comment