– રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 31520 કબજે કર્યા હતા
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેર પોલીસની ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને રોકડ અને મોબાઈલ મળી રૂ.31520 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા શહેરના કોળીપરા વિસ્તારમાં રહેતા ખોડાભાઇ નવઘણભાઇ બારીપાના ઘર પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે દરોડો પાડયો હતો અને ખોડાભાઇ નવઘનભાઇ બારીપા, રાહુલભાઇ રાજુભાઇ ડાભી, સુધીરભાઇ શંકરભાઇ રતાભાઇ, ભાવેશ કાળુભાઇ જાનૈયાને ઝડપી લીધા હતા. જાહેરમાં જુગાર રમતા મળી આવતા નરશીભાઈ બહપીયા, રવિભાઈ રણછોડભાઈ ખંડોરીયા અને અતુલભાઈ સુરાભાઈ ડાભી ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11,520 રોકડા અને રૂ.20,000ની કિંમતનો મોબાઇલ ફોન નંગ 4 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.