Delhi-NCR earthquake : ગુરુવારે સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે સવારે ૯.૦૪ વાગ્યે શરૂ થયા હતા અને થોડીક સેકન્ડ સુધી રહ્યા હતા.
ગુરુવારે સવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં (NCR) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા સવારે 9.04 વાગ્યે આવ્યા હતા અને થોડીક સેકન્ડ સુધી રહ્યા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, હરિયાણાના ઝજ્જરમાં સવારે 9.04 વાગ્યે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો એક ભાગ છે અને દિલ્હીથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત છે.
Delhi-NCR earthquake : દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના સોનીપત, રોહતક અને હિસારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ X પર જનતા માટે શું કરવું અને શું ન કરવું તે પણ પોસ્ટ કર્યું છે, જેમાં ભૂકંપ પહેલા, તે દરમિયાન અને પછી શું કરવું તે સહિતની બાબતોનો સમાવેશ થાય છે.