Home Gujarat ભાવનગરમાં બે સંબંધીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

ભાવનગરમાં બે સંબંધીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

0
ભાવનગરમાં બે સંબંધીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

ભાવનગરમાં બે સંબંધીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

અપડેટ કરેલ: 13મી જૂન, 2024


ભાવનગરમાં ફાયરિંગ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે યુવકો પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરતાં એક યુવકનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલવાડી હનુમાન દાદાના મંદિર પાસે આજે (13મી જૂન) બપોરે કેટલાક મિત્રો એકઠા થયા હતા. ત્યારે આવી જૂની અદાવત રાખી કેટલાક લોકોએ બંને સગા-સંબંધીઓ પર ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું હતું. જ્યારે તેના નાના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. હાલમાં, પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા છે અને ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version