By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત
Gujarat

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

PratapDarpan
Last updated: 2 July 2024 11:28
PratapDarpan
12 months ago
Share
આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત
SHARE

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

અપડેટ કરેલ: 2જી જુલાઈ, 2024

આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે ઝાડ પડતાં એકનું મોત

– ડિવાઈડરની વચ્ચે એક લીમડાનું ઝાડ પડ્યું

– અજાણ્યા શખસોના મૃતદેહને પીએમ માટે ખસેડાયાઃ જોખમી વૃક્ષો ન હટાવતા આણંદ અને વિદ્યાનગરમાં તંત્ર સામે રોષ

આણંદ: આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ પાસે સોમવારે બપોરે વરસાદી માહોલ વચ્ચે ઝાડ નીચે પડી જતાં એક ભિખારી જેવા વ્યક્તિનું ઝાડ નીચે કચડાઈ જતાં મોત થયું હતું. ફાયર વિભાગ અને આણંદ શહેર પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી હતી.

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ જમાવટ કરી છે. આણંદ શહેરમાં સોમવારે વહેલી સવારે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. દરમિયાન મોડી બપોરે આણંદના ભાલેજ ઓવરબ્રિજથી મહેન્દ્ર શાહ હોસ્પિટલ જવાના માર્ગ પર અચાનક લીમડાનું ઝાડ નીચે પડી જતાં ઝાડ નીચે આરામ કરી રહેલો ભિખારી જેવો અજાણ્યો વ્યક્તિ કચડાઈ ગયો હતો.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આણંદ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે અજાણ્યા વ્યક્તિનું તોતિંગના ઝાડ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઝાડ પડી જવાના કારણે રોડની બંને બાજુ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ બનાવ અંગે આણંદ શહેર અને ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક હળવો કર્યો હતો. ફાયર વિભાગની ટીમે ઝાડ નીચે દટાયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આણંદ શહેરના સો ફૂટ રોડ અને આણંદ-વિદ્યાનગર રોડ પર આવા અનેક જોખમી વૃક્ષો હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા જોખમી વૃક્ષોને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં જાગ્રતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અન્ય કોઇ બનાવમાં વધુ જાનહાનિ થતાં તંત્ર જાગશે તેવો આક્ષેપ શહેરીજનોએ કર્યો હતો.

You Might Also Like

આણંદમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી 17 લાખ રૂપિયાની નકલી નોટો, ચાર લોકોની ધરપકડ
ઘોઘા-હાજીરા રો-પેક્સ ફેરી સર્વિસ પર મધરાતે માણસ દરિયામાં પડ્યો, જુઓ શું થયું
ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ તંત્રને સાંભળ્યા બાદ 168 કરોડના ખર્ચે વાસણા, વિંઝોલ એસટીપીને અપગ્રેડ કરવાનો કોન્ટ્રાક્ટ અપાશે.
પોલેન્ડની વર્ક પરમિટ વિઝા જારી કરવાના બહાને વારંવાર | પોલેન્ડ માટે વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી
યુનાઇટેડ સ્ટેટ્સ સુરત ડ્રગ રાસાયણિક દાણચોરી કેસની સૂચિ પછી એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા સુરાટમાં ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક ટ્રાફિકિંગ કેસમાં યુવા-મહિલાની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article Russian army says it has seized 2 more Ukrainian villages Russian army says it has seized 2 more Ukrainian villages
Next Article What does Vetrimaaran have in mind for Vaadivasal with Surya? What the director said What does Vetrimaaran have in mind for Vaadivasal with Surya? What the director said
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up