3
PMJAY કૌભાંડ: ખ્યાતી હોસ્પિટલમાં બે લોકોના મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, કેસની ગંભીરતાને ધ્યાને લઈ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે નવો ખુલાસો કર્યો છે. જેમાં આરોપીઓએ સરકારી વેબસાઈટની ટેકનીકલ ખામીનો દુરુપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર લાઈફ કાર્ડ બનાવ્યાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.