3
સુરતમાં નકલી નોટો સાથે ત્રણ યુવકો ઝડપાયા સુરતની નિયોલ ચેકપોસ્ટ પર ફરી એકવાર નકલી નોટોના બંડલ ઝડપાયા છે. બાતમી પર, સારોલી પોલીસે 500 અને 200 ના દરની 63,872 નોટોના 64 બંડલ સાથે નકલી નોટો પહોંચાડવા મુંબઈથી આવેલા ત્રણ યુવકોને પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા યુવકોએ જણાવ્યું કે અમને મુંબઈના વિલેપાર્લેમાં એક વ્યક્તિ મળ્યો જેણે અમને આ નકલી નોટોના બંડલ આપ્યા. તેણે અમને આ બંડલો સુરત રેલવે સ્ટેશન પર પહોંચાડવા કહ્યું. પોલીસે જણાવ્યું કે આ મામલે મુંબઈના અહેમદનગરના એક યુવકની સંડોવણી બહાર આવી છે, જેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.