સુરતમાં હાર્ટ એટેકથી મોત ગુજરાતમાં કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ક્યારેક ગરબા રમતી વખતે તો ક્યારેક જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેકના કિસ્સા જોવા મળે છે. જંક ફૂડ અને ખરાબ જીવનશૈલીના કારણે માત્ર વૃદ્ધો જ નહીં, બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. તાજેતરમાં વલસાડના પારડી તાલુકાના 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ચોંકાવનારી વિગત એવી છે કે દક્ષિણ ગુજરાતમાં હૃદયરોગનો આ પાંચમો કેસ છે.