6
– રાજકીય જોડાણના કારણે ઢીલી તપાસ થઈ રહી હોવાની વાત
– રોકાણકારોને ગાંધીનગર CID ક્રાઈમનો સંપર્ક કરવા જણાવ્યુંઃ પોલીસની કામગીરી સામે રોકાણકારોમાં રોષ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા સહિત મહેસાણા, બનાસકાંઠાના રોકાણકારોને લોભામણી જાહેરાતો દ્વારા રૂપિયા બચાવવાના નામે પાલનપુરની જાણીતી કન્સ્ટ્રક્શન કો-ઓપ કંપનીમાં રોકાણ કરીને કંપનીના અધિકારીઓ ભાગી ગયા છે. મેથાણ ગામમાં 90થી વધુ મહિલાઓ સાથે અંદાજે રૂ.1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ભોગ બનનારાઓએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવ્યું છે.