4
સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓની કુટિલ ભૂમિકાનો પર્દાફાશ થયો હતો. મ્યુનિસિપલ વેસ્ટ વોટર કૌભાંડની દુર્ગંધ ગાંધીનગર સુધી પહોંચતાં પગલાં ભરવામાં આવ્યા છે. હજીરાના ઉદ્યોગને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક ઈજનેરને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં હોબાળો મચી ગયો હતો. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ખાતાઓને ડાઉનગ્રેડ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મોડી સાંજે મહત્વપૂર્ણ અને ચોંકાવનારું પગલું ભરવામાં આવ્યું છે.