ખ્યાતી હોસ્પિટલ વિવાદ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું, રાજકોટનો પરિવાર બન્યો ભોગ.

અમદાવાદ ખ્યાતી હોસ્પિટલ વિવાદ: અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં તબીબ દ્વારા દર્દીની જાણ વગર જ એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ મારવાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. દર્દીના પરિવારનો આરોપ છે કે પીએમજેવાય યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે બે દર્દીઓના મોત થયા છે. જણાવી દઈએ કે મહેસાણા નજીકના બોરીસણા ગામમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતી હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here