6
વડોદરા સમાચાર | વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન પાસે સિમેન્ટની શીટનો શેડ તૂટી પડતાં પાંચ બાળકો સહિત નવ મજૂરો ઘાયલ થયા હતા. રેલ્વે ટ્રેક રીપેરીંગ સહિતના કામ માટે વડોદરા આવતા દાહોદના મજૂરો વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન પાસે શેડ બાંધીને રહેતા હતા. આજે સાંજે ભારે વરસાદ અને પવનમાં શેડ ધરાશાયી થતાં બાળકો સહિત 9 મજૂરો ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેની તબિયત સુધરી રહી છે. ઇજાગ્રસ્તોમાં (1) વિજયભાઇ રામસિંહ પરમાર (2) વિપુલ ઇશ્વરભાઇ (3) હંસાબેન વિજયભાઇ પરમાર (4) કલ્પેશ ગોવિંદભાઇ માલીવાડ અને પાંચ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.