Saturday, October 19, 2024
25 C
Surat
25 C
Surat
Saturday, October 19, 2024

નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

Must read

નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ: હાલમાં દેશભરમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. તમામ માઇ ભક્તો ગરબા રમીને માતાજીની પૂજા કરે છે. પરંતુ, અમદાવાદમાં સાંજના વધુ પડતા ટ્રાફિકથી ખેલૈયાઓની મજા બગડી જાય છે. જોકે, ખેલૈયાઓની આ મુશ્કેલીને દૂર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મોટો નિર્ણય લીધો છે. જેમાં નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં રોમિયોગીરી કરતા વાહનચાલકો સામે વડોદરા ટ્રાફિક પોલીસની લાલ આંખ, મોડિફાઈડ સાઈલન્સર સાથે 7 બુલેટની અટકાયત

કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું

નવરાત્રીના પાંચ નોરતા પૂરા થઈ ગયા છે. જોકે, આ દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં જોઇએ તેવો પ્રતિસાદ ન મળતાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. રાત્રે 8 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધી જાહેરનામા મુજબ દિવસ-રાત વ્યસ્ત એસજી હાઈવે પર ભારેથી ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: ગુજરાતી અને ગરબો સમાનાર્થી: નવરાત્રી પર વિદેશી ભૂમિમાં ભારતીયોના પરંપરાગત ગરબા

સૂચનાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે

નોંધનીય છે કે શહેરમાં 33 કરતા ઓછા મુસાફરોની ક્ષમતાવાળા વાહનો દોડી શકશે. પરંતુ નવરાત્રિ દરમિયાન ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, ટોલી અને 33થી વધુની ક્ષમતા ધરાવતા પેસેન્જર વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ભારે વાહનોને રાત્રે 10 વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવતો હતો. તેમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો કે માલિકો સામે કેસ નોંધશે અને વાહન જપ્ત કરીને આગળની કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article