સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત

0
14
સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત

સુરત અકસ્માત: હાલમાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બીઆરટીએસ રૂટની રેલીંગ ઓળંગી રહેલા યુવાનને બાઇક ચાલકે ટક્કર મારતાં બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણામાં BRTS રૂટની રેલિંગ કૂદીને આગળ જઈ રહેલા એક યુવકને બાઇક સવાર સાથે ટક્કર મારી હતી. જેથી બાઇક પર કાબુ ગુમાવતા બંને જમીન પર પડ્યા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉંમર 38) તરીકે થઈ છે.

પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તે ચાની હોટલ ધરાવતો હતો. પત્ની અને પુત્રી સાથે સુરત રહેતા હતા. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાડીના કારખાનામાં કામ કરતો સાહિત વસાવા તરીકે થયો છે. સાહિલ વસાવા તેના માતા-પિતા સાથે બરડીપાડામાં રહેતો હતો. આ મામલે બંનેના પરિવારજનોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે અંગે પોલીસ તપાસનો દોર શરૂ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here