Friday, October 18, 2024
30 C
Surat
30 C
Surat
Friday, October 18, 2024

NEETના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં શરૂ થશે 7 નવી મેડિકલ કોલેજ, 10 શરતોનું પાલન કરવું પડશે

Must read

NEETના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં શરૂ થશે 7 નવી મેડિકલ કોલેજ, 10 શરતોનું પાલન કરવું પડશે

7 નવી મેડિકલ કોલેજો: રાજ્ય સરકારે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજની નીતિમાં ફેરફાર કર્યા બાદ વધુ સાત જિલ્લામાં નવી મેડિકલ કોલેજો ખોલવાના દરવાજા ખોલ્યા છે. હાલમાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજો જૂની પોલિસી હેઠળ પાંચ જિલ્લામાં કાર્યરત છે. નીતિ સુધારા સાથે આ નવી તકો ઊભી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 2016માં રાજ્યની જિલ્લા-સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે તે જિલ્લાઓમાં હોસ્પિટલ-સંલગ્ન મેડિકલ કોલેજો ખોલવાની નીતિ બનાવવામાં આવી હતી. જેના ભાગરૂપે હાલમાં રાજ્યમાં બનાસકાંઠા, પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજો કાર્યરત છે.

હવે બ્રાઉન ફિલ્ડ પોલિસીમાં સુધારા સાથે બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે.

બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજની સ્થાપના પછી પણ હોસ્પિટલમાં બ્લડ બેંક ચાલુ રાખવી જોઈએ અને દર્દીની જરૂરિયાત અને પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ બધાને મફત રક્ત પૂરું પાડવું જોઈએ અને આસપાસની સરકારી સંસ્થાઓને મફત રક્ત પ્રદાન કરવું જોઈએ. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જરૂરિયાત મુજબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article