કતારગામના એક યુવકે ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવતા આત્મહત્યા કરી લીધી

0
13
કતારગામના એક યુવકે ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવતા આત્મહત્યા કરી લીધી

કતારગામના એક યુવકે ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવતા આત્મહત્યા કરી લીધી

જૂનાગઢનો વતની હર્ષ સાપરા ગેમમાં રૂ. 2.35 લાખ ગુમાવ્યા બાદ માનસિક તણાવમાં હતો.

સુરત, :

કતારગામના ઘનમોરા પાસે ગુરુવારે બપોરે એક યુવાને ઓનલાઈન ગેમમાં રૂ.2.35 લાખ ગુમાવ્યા બાદ માનસિક તણાવના કારણે આત્મહત્યા કરી લીધી હતી.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ કતારગામના ધનમોરા ખાતે જેકેપી નગરમાં રહેતા 20 વર્ષીય હર્ષ પ્રવિણ સાપરાએ ગઈકાલે બપોરે ઘર નજીક આવેલા તેના મિત્રના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેમ પોલીસે જણાવ્યું હતું, હર્ષ મૂળ જૂનાગઢનો વતની છે. જોકે, તેણે ઓનલાઈન ગેમમાં 2.35 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જેના કારણે તે સતત ટેન્શનમાં રહેતો હતો તેથી આ પગલું ભર્યું હતું. તેનો એક ભાઈ છે. તેના પિતા ચાની દુકાન ચલાવે છે. જ્યારે તે ઓનલાઈન પૈસાની લેવડદેવડ કરતો હતો. આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here