અમરોલીમાં કારે બાઇકને ટક્કર મારતાં આધેડનું મોત થયું હતું

0
11
અમરોલીમાં કારે બાઇકને ટક્કર મારતાં આધેડનું મોત થયું હતું

અમરોલીમાં કારે બાઇકને ટક્કર મારતાં આધેડનું મોત થયું હતું

રાજેશભાઈ વેગદાનને કિમમાં નોકરી પર જતા સમયે અકસ્માત નડ્યો હતો

સુરત,:

અમરોલીના આઉટર રીંગ રોડ પર શુક્રવારની સવારે કીમ ખાતે એક કંપનીમાં નોકરીએ જતાં એક આધેડનું બાઇક કાર સાથે અથડાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ચોકબજારમાં વેડ રોડ પર આવેલા ઓમ વિધાનેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય રાજેશભાઈ માધુભાઈ વેગડ શુક્રવારે સવારે બાઇક પર કિમખાટ કંપનીમાં કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે અમરોલીના આઉટર રીંગ રોડ પર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશભાઈ મૂળ અમરેલીના ધારીના વતની હતા. તેમના બાળકોમાં તેમનો એક પુત્ર છે. આ અંગે અમરોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here