DYSO પરીક્ષા મુલતવી : સોમવારે રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બીજી તરફ, હવામાન વિભાગે દ્વાર રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેના કારણે બુધવાર (28 ઓગસ્ટ)થી શરૂ થનારી DYSO પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવામાં આવતી DYSO પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી નાયબ વિભાગ અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા 28 ઓગસ્ટ (મંગળવાર)ના રોજ યોજાવાની હતી. પરંતુ સોમવારે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી આ પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. જેથી ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં કમિશનની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.