ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી

0
11
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી

અપડેટ કરેલ: 11મી જુલાઈ, 2024

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી


ગુજરાત વરસાદ અપડેટ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં બોટાદમાં 1 ઈંચથી વધુ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી 2 - તસવીર

3 દિવસ સુધી કેવો પડશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં 11, 12 અને 13 જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિત અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: જીવાતોના ઉપદ્રવને કારણે ગાંધીનગરના GNLU માં શૈક્ષણિક બંધ! 1100 થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

ઘેડ પંથકમાં વોટર બોમ્બિંગ

જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરી પાણી ભરાયા છે. બામણસા પાસે ઓઝત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. થોડા દિવસો પહેલા ઘેડ પંથકમાં ફેલાયેલ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હતા અને ફરી પાણી ઘુસતા સ્થાનિકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે ઓઝત-2 ડેમ સહિતના જળાશયોમાં નવું પાણી પ્રવેશી જતાં અનેક રસ્તાઓ ફરી બંધ થઈ ગયા છે અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં પાણી ભરાયા, જુઓ કેટલો વરસાદ પડ્યો, આ જિલ્લામાં આગાહી 3 - તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here