સોલડી ગામે 1420 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો સોલડી ગામમાં 1420 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Date:

– પોલીસે 4.02 લાખનો કિંમતી સામાન જપ્ત કર્યો હતો

– ધ્રાંગધ્રા તાલુકા મતદાન મથકે પકડાયેલા શખ્સ સહિત બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે 4.02 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફે સોલડી ગામથી બાઈસાબગઢ ગામ તરફ જતા રોડની આજુબાજુમાં ઈંગ્લીશ દારૂ સંતાડેલો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં ઇંગ્લીશ દારૂની 1420 બોટલ (રૂ. 4,02,050) સાથે ઇશ્વરભાઇ ઉર્ફે હકો ભગવાનભાઇ ઝેઝરીયા (રહે. સોલડી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપનાર વ્યક્તિ દિનેશ ઉર્ફે ભુરો ભલાભાઈ ગોલતર (રહે. સોલડી) હાજર મળી આવ્યો ન હતો. આથી પકડાયેલા શખ્સ સહિત બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related