એક્ટિવા વાહનની ટક્કરથી મહિલા સેવકના પતિનું મોત | એક્ટિવા વાહનની 2 કોલમ સાથે અથડાતા મહિલા કોર્પોરેટરના પતિનું મોત

0
4

ધોળકા સરોડા રોડ પર અકસ્માત

અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની કવાયત

બગોદરા-ધોળકા સરોડા રોડ પર અકસ્માતમાં ધોળકા નગરપાલિકાના મહિલા નગરસેવકના પતિનું મોત થયું હતું. આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપ મહિલા નગરસેવક હેતલબહેન સોલંકીના પતિ ખોડીદાસ રૂપાજી સોલંકી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહનના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ખોડીસા સોલંકીને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવને પગલે પોલીસ દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here