સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ

0
9
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ

આજથી એક હજાર વર્ષ પહેલા સોમનાથ મંદિર 1026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ આસ્થા અને આસ્થા અને સામૂહિક શક્તિના સંકલ્પને કારણે ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક તરીકે ઊભું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા આ બહાદુરી અને કરોડો ભક્તોની આસ્થાનો મહિમા થઈ રહ્યો છે. આ ઉત્સવમાં ઓમકાર નાદની ઉર્જા સામૂહિક ઓમકાર નાદ સાથે જોડાઈને મંદિરોમાં 72 કલાક સુધી ઓમકાર નાદના ગુંજન કરીને ભક્તિમય વાતાવરણ સર્જવાનું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ
ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ફોટોગ્રાફઃ (સોશિયલ મીડિયા)

ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરના આ ઓમકાર નાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. આ સામૂહિક ઓમકાર નાદમાં સહભાગી થવા દરેકને અનુરોધ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણને સૌને આપણા વારસા અને ઓળખના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક મળી છે.

ગાંધીનગર ધોળેશ્વર મહાદેવ
મુખ્યમંત્રીએ ઓમકાર નાદના પ્રારંભ પૂર્વે ધોળેશ્વર મંદિર ખાતે ભક્તિમય દર્શન-અર્ચન કર્યા હતા. ફોટોગ્રાફઃ (સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જ્યારે પણ સમય મળે ત્યારે મંદિરો અને તીર્થોમાં ઓમકાર મંત્રનો જાપ કરીને ભાગ લેવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ ઓમકાર નાદના પ્રારંભ પૂર્વે ધોળેશ્વર મંદિર ખાતે ભક્તિમય દર્શન-અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બહેનો દ્વારા કરવામાં આવેલ ભજન-કીર્તન પણ સાંભળ્યા હતા. ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here