Home Gujarat કચ્છમાં 7ના મોત: ભચાઉ પાસે અકસ્માત, અન્ય બે જગ્યાએ હિટ એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી ગઈ | કચ્છના ભચાઉ સામખીયાળી રાપર મુન્દ્રામાં અકસ્માતમાં 7ના મોત

કચ્છમાં 7ના મોત: ભચાઉ પાસે અકસ્માત, અન્ય બે જગ્યાએ હિટ એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી ગઈ | કચ્છના ભચાઉ સામખીયાળી રાપર મુન્દ્રામાં અકસ્માતમાં 7ના મોત

0
કચ્છમાં 7ના મોત: ભચાઉ પાસે અકસ્માત, અન્ય બે જગ્યાએ હિટ એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી ગઈ | કચ્છના ભચાઉ સામખીયાળી રાપર મુન્દ્રામાં અકસ્માતમાં 7ના મોત

કચ્છ સમાચાર: કચ્છના ભચાઉ, સમઢીયાળી, રાપર વિસ્તારમાં ચાર અલગ-અલગ અકસ્માતમાં બે કિશોરી સહિત સાત લોકોના મોત થયા છે. જેમાં ભચાઉ નજીક વરસાણા બ્રિજ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. જ્યારે મુન્દ્રાના સમઢીયાળી બ્રિજ અને ગુંદાળા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ રાપરમાં પાણી ભરેલા ઉંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીઓના મોત થયા છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભચાઉ પાસે અકસ્માતમાં ત્રણના મોત

મળતી માહિતી મુજબ, કચ્છના ભચાઉના વરસાણા ઓવરબ્રિજ પાસે ટેમ્પોને ટ્રકે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કામદારો સવાર હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે.

મૃતકોના નામ

નિર્મલ અમર બૌરી (ઉંમર 20, રહે. બોકારો, ઝારખંડ)

રમેશ કિરણ ડોંગ (ઉંમર 34, રહે. ઝારખંડ)

લક્ષ્મણ સંતોષ બૌરી (BW48, રહે. પશ્ચિમ બંગાળ)

સમઢીયાળી અને મુન્દ્રામાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત

સમઢીયાળી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં ભચાઉના શિકરામાં રહેતા ચકુભાઇ મોમાયા માંકાનું મોત થયું હતું. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મુન્દ્રામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. મુન્દ્રાના ગુંદાળા બ્રિજ પર અજાણ્યા વાહને બાઇકચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામના સપનાનગરમાં રહેતા ભાવેશ ભીમજીભાઈ ગડા (મહેશ્વરી)નું મૃત્યુ થયું હતું. પોલીસે બંને બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદ અકસ્માત સહિતની ઘટનાઓથી માતમ

રાપરમાં બે કિશોરીઓ ડૂબી ગઈ, 36 કલાક બાદ મૃતદેહ મળી આવ્યા

રાપર તાલુકાના જાટાવાડા ગામે પાણી ભરેલા ઉંડા ખાડામાં ડૂબી જવાથી બે કિશોરીઓના મોત થયા છે. સમગ્ર ઘટના અંગે 36 કલાકની જહેમત બાદ ભચાઉ ફાયર વિભાગની ટીમે બંને કિશોરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મૃતકોના નામ

દયાબેન નાગજીભાઈ કોળી (ધોરણ 12)

આરતીબેન રાણાભાઈ કોળી (SW13)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here