સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણી-ગટર અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે જગ્યા મેળવવી એ પાલિકા માટે મોટો પ્રશ્ન હતો. જોકે નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે જગ્યાની માંગણી પાલિકાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી હતી. પાલિકાના વિવિધ વિભાગોની માંગણીઓનું સંકલન કરી ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા કલેકટરને જગ્યાની માંગણી કરવામાં આવી હતી. હાલમાં કલેક્ટરે ગટર અને પાણીની સુવિધા માટે 7977 ચોરસ મીટર સરકારી જમીનની માંગણી કરી છે, જેની બજાર કિંમત 20 કરોડ જેટલી થાય છે.