સુરત સમાચાર: સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવકે 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે બાતમીના આધારે આરોપીની ઉત્તર પ્રદેશના આગ્રામાંથી ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે સમગ્ર બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.