5
જીUjarat News: ગુજરાતમાં વિકાસની ઘંટડીઓ વગાડી રહેલી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ કરી શકતી નથી. સુરત મહાનગર પાલિકામાં 1990થી ભાજપનું શાસન છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં ભાજપ સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે અનેક પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટીએ નહીં પરંતુ ભાજપના ધારાસભ્યએ લગાવ્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ આ પ્રકારનો ઉલ્લેખ કરીને સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માંગણી કરી છે. ધારાસભ્યએ સ્વીકાર્યું છે કે ભાજપ પાયાની સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહી છે.