સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણીનો પર્દાફાશ? | સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની ACB SIT તપાસ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ચંદ્રસિંહ મોરી

0
5
સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણીનો પર્દાફાશ? | સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની ACB SIT તપાસ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ચંદ્રસિંહ મોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસઃ સુરેન્દ્રનગરના કથિત 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓ વધી છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિના ગુનાની તપાસ માટે ACB દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. આ કેસની તપાસ હવે એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરેના નેતૃત્વમાં 6 સભ્યોની SIT ટીમ દ્વારા કરવામાં આવશે.

SIT ના સભ્યોની યાદી

-બિપીન આહિરે, અધિક નિયામક, એસીબી

-બી.જે.પંડ્યા, નાયબ નિયામક, વહીવટ એસીબી, અમદાવાદ

-કે.એચ.ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ

-આર.બી.દેસાઈ, મદદનીશ નિયામક, એસીબી હેડક્વાર્ટર, અમદાવાદ

-ડી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એસીબી

-એમ.ડી.પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર એસીબી

-પી.એ.દેકાવાડિયા, પોલીસ ઈન્સ્પેક્ટર, મોરબી એસીબી

સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ: તપાસ માટે 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણીનો પર્દાફાશ? | સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની ACB SIT તપાસ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ચંદ્રસિંહ મોરી

તત્કાલીન મુખ્ય આરોપી સામે તપાસ થશે

-રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ : કલેક્ટર, સુરેન્દ્રનગર

-ચંદ્રસિંહ મોરી : નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર

-મયુર ગોહિલ : કારકુન, જિલ્લા કચેરી, સુરેન્દ્રનગર

-જયરાજસિંહ ઝાલા: PA ટુ કલેક્ટર, સુરેન્દ્રનગર

દરેક આરોપીની ભૂમિકા ચકાસવામાં આવશે

એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘એસઆઈટી એનએ પરમિટ આપવામાં કથિત અનિયમિતતાઓ, સત્તાવાર પદનો દુરુપયોગ અને આવકના સ્ત્રોતથી વધુ સંપત્તિ એકત્ર કરવા અંગે તપાસ કરશે. તપાસ રેવન્યુ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને કથિત જમીન વ્યવહારોમાં દરેક આરોપીની ભૂમિકાની તપાસ કરશે. SITના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 1500 કરોડનું જમીન કૌભાંડઃ સુરેન્દ્રનગરના વિવાદાસ્પદ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, EDની તપાસ

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીન NA (બિનખેતી) કરવાની મોટા પાયે યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા હતા. કૌભાંડની ગંભીરતાને જોતા, EDએ 23 ડિસેમ્બર, 2025 ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની બિનખેતી જમીનના બદલામાં મોટી રકમ લેવામાં આવી હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર ACB (ACB)માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે એસીબી દ્વારા એસઆઈટીની રચના થતાં આ કેસમાં મોટા માથાઓની સંડોવણી ખુલવાની શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here